ગુજરાતી કઢી (Kadhi recipe in Gujarati): ગુજરાતી માં વાંચો છાસ માંથી કઢી બનવાની ની રેસીપી. કઢી એ દહીં કે છાશમાંથેએ બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી સાથે ખાવાપાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે.
- દહીં: 1/2 કપ (અથવા છાસ 1 કપ)
- ચણા નો લોટ: 1 ચમચી
- પાણી: 2 કપ
- ઘી: 1 ચમચી
- જીરું: 1/2 ચમચી
- રાય: 1/2 ચમચી
- આદુ: 1/2 ઇંચ, ખમણેલું
- લવિંગ: 3 નંગ
- તજ: 1 ઇંચ ટુકડો
- મેથી: 1 ચમચી
- હળદર: 1/4 ચમચી
- લીમડો: 5 પાંદડા
- સુકા લાલ મરચાં: 1 નંગ
- હિંગ: 1/4 ચમચી
- ખાંડ: સ્વાદ અનુસાર
- મીઠું: સ્વાદ અનુસાર
- દહીં માં પાણી ઉમેરી સારી રીતે ફેટી ને છાસ બનાવી લો।
- એક ચમચી ચણા નો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લો। હાથ જેરણી નો ઉપયોગ કરી મિક્સ કરો જેથી ચણા ના લોટ ના ગઠ્ઠા ના રહી જાઇ।
- એક કઢાઈ માં ઘી ગરમ કરો. ગરમ ઘી માં તજ, લવિંગ, મેથી, જીરું, સુકા લાલ મરચા, લીંબડો, હિંગ અને ખમણેલું આડું નાખી સાતળો।
- હવે કઢાઈ માં છાસ નાખી હલાવી લો। છાસ ને ઉકળવા ડો।
- ઉકળતી છાસ માં થોડી હળદળ, ખાંડ અને મીઠું નાખો।
- કઢી ઉકાળી ને થોડી ઘટ થવા ડો।
- ગુજરાતી કઢી તયાર છે। કઢી ને ગરમા ગરમ ખીચડી સાથે પીરોસો।
ગુજરાતી કઢી બનવા ની વિધિ (Kadhi Recipe in Gujarati)
દહીં માં પાણી ઉમેરી સારી રીતે ફેટી ને છાસ બનાવી લો.
Leave a Reply