
રીંગણ નો ઓરો /રીંગણ નું ભરતુ (Ringan No Oro in Gujarati) – also known as “ringna no oro” or “ringan no oro”: રીંગણ નો ઓરો અથવા રીંગણ નું ભરતુ એ આખા ભારત માં ખવાતું સામાન્ય શાક છે કે જે પંજાબીઓ અને ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને તેની લીજ્જત માણે છે. મેં એ જોયું છે કે ઘણા લોકો ને રીંગણ પસંદ નથી હોતા છતાં એ લોકો રીંગણ નો ઓરો ખુબ પસંદ કરે છે. આ એક એવી વાનગી છે જેની સામાન્ય વર્ગ થી લઇ ને ઉચ્ચ વર્ગ ના લોકો ખુબ શોખથી મજા માણે છે.આ શાક પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાઈ છે.અહી મેં રીંગણ ના ભરતા કે ઓરા ને ખુબ સરળ રીતે વિધિ વત બનાવવાની કોશિશ કરી છે જેથી કોઈ પણ તેને સરળતા થી બનાવી શકે.
- રીંગણ: ૨ મોટા નંગ
- ડુંગળી: 1/2 કપ, બારીક સમારેલી
- ટામેટા: 2 કપ, બારીક સમારેલા
- આડું: 1 ચમચી પેસ્ટ
- લસણ: 1 ચમચી પેસ્ટ
- તેલ:1 ચમચી
- રાઈ: 1 નાની-ચમચી ઈચ્છા મુજબ
- જીરું: 1 નાની-ચમચી
- લાલ મરચું પાવડર: 1/2 નાની-ચમચી
- ધાણાજીરું: 2 નાની-ચમચી
- હળદળ: 1/2 નાની-ચમચી
- ગરમ મસાલા: 1 નાની-ચમચી
- કોથમીર: 1/2 કપ, સમારેલી
- મીઠું: 2 નાની-ચમચી સ્વાદ પ્રમાણે
- રીંગણ ને પાણી થી ધોઈ ને સાફ કપડા થી લુછી લો.
- રીંગણ ને ચપ્પુ થી આકા પાળી તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો.
- રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર 3 થી 5 મીનીટ માટે સારી રીતે શેકી લો.
- શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે. રીંગણ ને હવે એક પાણી ભરેલી તપેલી માં ઠંડુ થવા મુકો.
- ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની પરત છોલી કાઢી લો. છીલેલા રીંગણ ને પ્લેટ માં કાઢી નાના ટુકડા કરી લો.
- કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલ માં રાઈ જીરું અને હિંગ નાખો.
- બારીક સમારેલી ડુંગળી, આડું અને લસણ તેલ માં નાખી સાંતળો
- હવે કાપેલા ટામેટા નાખી ૪ થી ૫ મિનીટ માટે ટામેટા નરમ પડે ત્યાં સુધી થવા દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરો.
- રીંગણ ના ઓરા માં મસાલા નાખી લો: લાલ મરચું, થોડી હળદળ, ધનાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો અને 2 મિનીટ માટે મસાલા ટામેટા પ્યાજ ની ગ્રેવી માં મિક્ષ થવા ડો.
- ટામેટા ડુંગળી ની ગ્રેવી તૈયાર છે. હવે શેકેલા રીંગણ ગ્રેવી માં મિક્ષ કરી લો અને 3 થી ૪ મિનીટ માટે પાકવા ડો.
- રીંગણ નો ઓરો તૈયાર છે. ઉપર થી કોથમીર છાંટી હલાવી લો.
- સ્વદીસ્ત રીંગણ નો ઓરો તૈયાર છે. ગરમા ગરમ રોટલી અને છાસ સાથે ઓરા ને પીરોસો.



રીંગણ ના ઓરા ની રેસીપી (Ringan No Oro Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રીંગણ ના ભરતા કે ઓરા માટે નીચે આપેલી સામગ્રી જરૂરી છે.મેં અહી ઓરા માટે બે મોટા રીંગણ લીધા છે જે ત્રણ વ્યક્તિઓ માટે પૂરતા છે.સાથે 1 કપ બારીક કાપેલી ડુંગરી અને ૧૧/2 કપ ટામેટા લો. આદું અને લસણ ને છીણી લો. તમે આદું લસણ ની ચટણી પણ ઉપયોગ માં લઇ શકાઈ.ઘણા લોકો ઓરા માં લસણ નથી નાખતા પણ માણે વ્યક્તિગત રીતે લસણ નો સ્વાદ પસંદ છે. તમે ઈચ્છો તો લસણ ને અવગણી શકો.


મોટા રીંગણ થી આ વાનગી બનાવવી. ધ્યાન રાખવું કે રીંગણ મોટા ને ચમકતા લેવા. પહેલા ધોય ને તેને રસોડા ના ટુવાલ થી લુછી લો.



એક છરી થી રીંગણ ની બધી બાજુ માં નાની ચીરીઓ પાળી લો. તેના પર થોડું તેલ લગાવો જેથી શેક્યા પછી તેની છાલ જલ્દી ઉતારી જશે. હાબે રીંગણ ને ગેસ પર ધીમે ધીમે શેકી લો.તમે તેને માઇક્રોવેવ માં પણ શેકી શકો.


રીંગણ ને બધી બાજુ શેકતા તે થોડા સંકોચાય જશે અને સરસ સુગંધ આવશે.


શેક્યા પછી રીંગણ ને ગેસ પર થી ઉતારી પાણી ભરેલા કટોરા માં મૂકી દો જેથી તે ઠંડા પાળી જાય. ઠંડા પાળી ગયા પછી તેની છાલ ઉતારી લો.


રીંગણ નું દીન્તીયું કાપી ને છરી થી એકસરખું નાના ટુકડા માં કાપી લો.


એક કઢાઈ માં 2 ચમચી તેલ લય જીરું,રાઈ અને હિંગ નાખી તેને ફૂટવા દો.


હવે તેમાં બારીક કાપેલી ડુંગરી અને લસણ નાખી પકાવો.


ચડેલી ડુંગરી માં ટામેટા ઉમેરી તેમાં થોડું મીઠું નાખો.ત્યાં સુધી પકાવો કે સરસ ગ્રેવી ના બની જાય.હવે તેમાં મસાલા ઉમેરો. લાલ મરચું,હળદર અને ગરમ મસાલો નાખો.પછી તેમાં બારીક કાપેલું આદું ઉમેરો.બધી સામગ્રી મિક્સ કરી ગ્રેવી ને એકરસ કરી દો.


હવે ટામેટા ડુંગરી ગ્રેવી ને ૪ મિનીટ પકાવો. હવે તેમાં શેકેલા રીંગણ ને ગ્રેવી માં ઉમેરી બરાબર હલાવો. પાછું રીંગણ ના ઓરા ને 3 મિનીટ માટે ચડાવો.


રીંગણ નો ઓરો/ ભરતુ તૈયાર છે, હવે તેને તાજા કાપેલા ધાણા થી સજાવટ કરો અને ગરમ ગરમ રોટલી, પરીઠા કે બાજરા ના રોટલા સાથે પીરસો.






nargis says
December 7, 2015 at 5:23 pmnice reciepe n discription thnx




Gopi Patel says
December 15, 2015 at 10:57 amThank you Nargis:)


bhavna says
December 16, 2015 at 7:24 pmNice recipe. Thanks for this recipe.




Gopi Patel says
December 23, 2015 at 9:06 amThanks Bhavna…


chandni says
January 1, 2016 at 6:06 pmNice




Gopi Patel says
January 8, 2016 at 11:30 amThank you:)


Vinay says
March 5, 2018 at 12:37 amNice recipe I like