કાળા ચણા મસલા (Kala Chana Masala in Gujarati): ગુજરાતી માં વાંચો સુક્કા ચણા નું શાક બનાવવાની ની રીત।
- સુક્કા ચણા: 1 કપ, પલાળેલા
- ડુંગળી: 1/2 કપ, પેસ્ટ
- ટામેટા: 1/2 કપ, પેસ્ટ
- જીરું: 1 ચમચી
- આદુ: 1 ઇંચ, બારીક સમારેલુ
- લસણ: 3 કડી, બારીક સમારેલુ
- હળદર પાવડર: 1/2 ચમચી
- લાલ મરચાં પાવડર: 2 ચમચી
- ધાણા પાઉડર: 1 ચમચી
- છોલે મસાલા: 1/2 ચમચી
- તેલ: 1 1/2 ચમચી
- કોથમીર: 1/2 કપ, બારીક સમારેલુ
- લીંબુનો રસ: 1 ચમચી
- લીલા મરચા: 2 મરચા
- મીઠું: સ્વાદ અનુસાર
- અડધો કપ સુક્કા ચણા ધોઈ ને પાણી મા આખી રાત પલાળી લો।
- શાક બનવા માટે પ્રેસર કુકર માં ડુંગળી ના પેસ્ટ ને 1-2 મિનીટ માટે પાણી સુકાઈ જાઇ ત્યા સુધી સત્ળો।
- હવે તેલ નાખી ગરમ કરો અને તેલ માં જીરું નાખી સત્ળો। પછી ટામેટા ની પ્યુરી નાખો અને 2-3 મિનીટ માટે પાકવા દો।
- આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા નાખી આદુ લસણ ને સત્ળો।
- હવે પલાળેલા ચણા પાણી સહીત કુકર માં નાખી સારી રીતે હલાવી લો।
- કુકર માં હળદર, લાલ મરચું, ધાણા જીરું, છોલે મસાલા પાવડર અને મીઠું નાખી હલાવી લો। એક ઉભરો આવે ત્યાં સુધી 5 મિનીટ માટે પાકવા દો।
- પ્રેસર કુકર ઢાકીને 20 મિનીટ (6-7 સીટી) ઉકાળો।
- કુકર ને ઠંડુ થવા દો અને કાળા ચણા ના શાક પર કોથમીર ભભરાઓ।
- કાળા ચણા નું શાક તેયાર છે। ગરમા ગરમ રોટલી સાથે પીરસો।
કાળા ચણા મસલા (Kala Chana Masala in Gujarati)
અડધો કપ સુક્કા ચણા ધોઈ ને પાણી મા આખી રાત પલાળી લો।
Leave a Reply