• About
  • Contact
  • Privacy

WeRecipes

Simple and easy to cook vegetarian recipes




  • Home
  • Indian Cuisine
    • Gujarati Cuisine
    • Punjabi Cuisine
    • Maharashtrian Cuisine
    • South Indian Cuisine
    • Rajasthani Cuisine
  • World Cuisine
    • Italian Cuisine
    • Mexican Cuisine
    • Chinese Cuisine
  • Kids Recipes
  • Summer Recipes

બાજરા ના વડા – Bajri Na Vada in Gujarati

November 1, 2014 by Gopi Patel Leave a Comment

bajri vada recipe
Read in Englishहिन्दी में पढ़े

બાજરો કે બાજરી એ ખુબ જાણીતું અનાજ છે જે વિશ્વ માં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયા ના દેશો માં ખવાય છે. પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં જ થાય છે અને તે ભારત માં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે. બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ,કર્બોહીદ્રેત્સ, ફોસ્ફરસ અને આર્યન. ભારત ના ઘણા પ્રદેશો માં તે દરરોજ ના ખોરાક માં લેવાય છે જયારે ઘણા લોકો તેને શિયાળા માં પ્રાથમિકતા આપે છે. અહી મેં બાજરા ને પોષ્ટિકતા સાથે સ્વાદિષ્ટ બનાવવાની કોશિશ કરી છે. બાજરા ના વડા એ બાજરા નું ખુબ સ્વાદિષ્ટ સ્વરૂપ છે મારી એક સખી ના ઘર માં કોઈ એક તહેવાર પર ખાલી બાજરો જ ખાવાનો રીવાજ હતો. એ આ દિવસે બાજરા ના રોટલા બનાવી ને ખાતી હતી પણ મારી આ રેસીપી થી એ ખુબ ખુશ થયી  કેમકે રોટલા કરતા આ વડા ખાવા માં ખુબ સ્વાદિષ્ટ લાગે છે.  આ રેસીપી અમારા ઘર માં ખુબ બને છે અને અમે બધા એકસાથે તેની મજા માણીએ છીએ. ઘણી વાર તો આ વડા ને પ્લેટ માં આવવાની રાહ પણ નાં જોતા અમે તેની  કઢાઈ માંથી બહાર નીકળતા જ લિજ્જત ઉઠાવીએ છીએ.

બાજરા ના વડા ને 1 થી 2 દિવસ રાખી શકાઈ છે અને ફ્રિજ માં ૫ થી ૬ દિવસ માટે રાખી શકાઈ છે. ચાલો હવે બાજરા ના વડા બનાવતા શીખીએ.

બાજરા ના વડા - Bajri Na Vada in Gujarati
 
Print
Prep time
10 mins
Cook time
15 mins
Total time
25 mins
 
બાજરા ના વડા (Bajri Na Vada in Gujarati) - બાજરા ના લોટ થી બનતા સ્વાદિષ્ટ વડા. ગુજરાતી માં વાંચો બાજરા ના વડા બનવાની રીત.
Author: Gopi Patel
Recipe type: નાસ્તા
Cuisine: ગુજરાતી
Serves: 3
Ingredients
  • બાજરા નો લોટ: 1 1/2 કપ
  • લાલ મરચું: 1 નાની ચમચી
  • હળદર: 1/2 નાની ચમચી
  • ધાણાજીરું: 1 નાની ચમચી
  • તલ: 1 ચમચી
  • તેલ: 2 કપ તળવા માટે
  • કોથમીર : 1 કપ ઝીણી સમારેલી.
  • દહીં: 1 મોટી ચમચી
  • મીઠું: 2 નાની ચમચી
  • પાણી: 1/2 કપ લોટ બાંધવા માટે
Instructions
  1. એક મોટા કટોરા માં બાજરા નો લોટ લો.
  2. હવે તેમાં મરચું, હળદર,દહીં, તલ, કોથમીર કે લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ભેળવો.
  3. આ મિશ્રણ માં ધીમે ધીમે પાણી મેળવતા જાઈ ને લોટ બાંધો.
  4. બાંધેલા લોટ ને જરા ચાખી લો અને મીઠું કે બીજું કઈ ખૂટતું લાગે તો ઉમેરી દો.
  5. બાજરા ના લોટ ના નાના પૂરી જેટલા ગોળાકાર લુવા પાડી લો. હવે આ ગોળાકાર લુવા ને બંને હથેળી માં જરાક દબાવી ને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો.
  6. હવે એક કઢાઈ કે જાડા તળિયા વાળા વાસણ માં તેલ ગરમ કરવા મુકો.તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે જાણવા માટે તેમાં બાજરા ના લોટ નો એક નાનો લુવો નાખી જુવો.
  7. જો તેલ બરાબર ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરા ના વડા તળી લો. તળાઈ ગયેલા વડા ને પેપર નેપકીન માં કાઢી લો જેથી વધારા નું તેલ શોષાય જશે.
  8. તમારા સ્વાદિષ્ટ બાજરા ના વડા તૈયાર છે. તમે તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે પીરસી શકો છો.
3.2.2802

બાજરા ના વડા – Bajra Na Vada in Gujarati

એક મોટા કટોરા માં ૧ ૧/2 કપ બાજરા નો લોટ લો.

bajri vada recipe bajri flourહવે આ લોટ માં લાલ મરચું, હળદર, દહીં, તલ ઉમેરો. તેમાં સ્વાદાનુસાર મીઠું પણ નાખો.

bajri vada recipe adding all the ingredents in bafri flourહવે પાણી ઉમેરતા જઈ ને ધીમે ધીમે લોટ બાંધતા જાઓ. બાંધેલા લોટ ને જરાક ચાખી જુવો. અને જે સામગ્રી ખૂટતી હોય તે ઉમેરી દો.

bajri vada recipe making the doughહવે બાજરા ના બાંધેલા લોટ ના   નાનાપૂરી જેવા લુવા પાડો. આ લુવા ને હથેળી થી વચ્ચે જરાક દબાવી ને ચપટા બનાવો.

bajri vada recipe giving the shapeએક કઢાઈ માં તેલ ગરમ કરો. એકવાર તેલ ગરમ થાય જાય એટલે તેમાં ધીમે ધીમે વડા નાખી ને તેને તળી લો.

bajri vada recipe deep frying the bajri vadaતેલ ને ધીમે તાપે રાખવું જેથી વડા નો રંગ સોનેરી આવે.

bajri wada recipe after deep fryingહવે આ તળેલા બાજરા ના વડા ને પેપર નેપકીન માં કાઢી લો જેથી વધારા નું તેલ તેમાં શોષાય જાય. તમારા બાજરા ના સ્વાદિષ્ટ વડા તૈયાર છે.

આ વડા ને લીલી ચટણી, ટામેટા સોસ કે ગરમ ગરમ ચા સાથે પણ પીરસી ને તેની લિજ્જત માણી શકાય. હું આ વડા ની મજા સાંજ ના નાસ્તા માં ચા સાથે માણું છું.

bajri vada recipe  bajra vada

Categories: Gujarati Cuisine, Snacks & Starters Ingredients: Black millet (Bajra)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  






Free Recipes

Get free recipes in your Inbox. Subscribe now!

Recipes

  • Baked Recipes
  • Breakfast Recipes
  • Cakes with Egg
  • Chinese Cuisine
  • Chutney Recipes
  • Cooking Basics
  • Curry Recipes
  • Dahi Raita Recipes
  • Dal Recipes
  • Dhokla Recipes
  • Dips, Spreads and Sauces Recipes
  • Eggless Breads & Toasts
  • Eggless Cakes
  • Eggless Cookies & Biscuits
  • Fasting Recipes
  • Gujarati Cuisine
  • Hot Beverages
  • Ice creams & Kulfis
  • Indian Bread Recipes
  • Indian Street Food
  • Italian Cuisine
  • Juices & Sherbets
  • Khichdi Recipes
  • Kids Recipes
  • Lebanese Cuisine
  • Maharashtrian Cuisine
  • Mexican Cuisine
  • Milkshakes & Smoothies
  • North Indian Cuisine
  • Pickle Recipes (Achaar Recipes)
  • Poriyal Recipes
  • Pressure Cooker Recipes
  • Punjabi Cuisine
  • Rajasthani Cuisine
  • Rice Recipes
  • Salad Recipes
  • Sandwich Recipes
  • Snacks & Starters
  • Soup & Shorba Recipes
  • South Indian Cuisine
  • Summer Recipes
  • Sweets & Desserts

Copyright © 2025 · WeRecipes.com