X

પંજાબી છોલે – Punjabi Chole Recipe in Gujarati

પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)  – પંજાબી રસોઈ એ પંજાબ, હરિયાણા તથા કાશ્મીર નું મિશ્રણ રજુ કરે છે. જયારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય જ છે. પંજાબી છોલે વગર પંજાબી રસોઈ અધુરી ગણાય છે.પંજાબી છોલે પંજાબ માં જ નહિ આખા ભારત ભર માં ખુબ પ્રસિધ્ધ છે. આ વાનગી ની  સવાર ના નાસ્તા માં કે બપોર ના ભોજન માં કે રાત ના ભોજન માં પણ લિજ્જત મણાય છે.અહી મેં પંજાબ ના અમ્રીત્સર ના પ્રસિધ્ધ છોલે રજુ કર્યા છે. આ વાનગી સાથે પરોઠા કે ભટુરા પીરસી શકાય  છે.

પંજાબી છોલે - Punjabi Chole Recipe in Gujarati
Recipe Type: શાક
Cuisine: પંજાબી
Author: Gopi Patel
Prep time:
Cook time:
Total time:
Serves: 4
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati) - ગુજરાતી માં વાંચો પંજાબી છોલે બનાવવા ની વિધિ. Gujarati recipe to make Chole.
Ingredients
  • છોલે: 250 gm પલાળેલા અને બાફેલા
  • છોલે મસાલા: 1 1/2 ચમચી
  • ટામેટા: 2 કપ પ્યુરી (પીસેલા)
  • ડુંગળી :1 કપ કાપેલી
  • આદું: 1 ચમચી ઉભા કાપેલા
  • તેલ: 2 ચમચી
  • એલચી: 3 નંગ
  • લવીંગ: 3 નંગ
  • તજ: 1 ઇંચ નો ટુકડો
  • તેજ પત્તા: 2 નંગ
  • ચા : ૪ ચમચી, ચા નું પાણી
  • આમચૂર પાવડર: 1 ચમચી
  • આમલી નો પલ્પ : 2 ચમચી
  • લાલ મરચું: 2 ચમચી
  • મીઠું : 2 ચમચી
  • પાણી : 1 1/2 કપ ગ્રેવી માટે
Instructions
  1. છોલે ને આખી રાત કે ૬ થી ૭ કલાક માટે પલાળી દો.
  2. એક કટોરા માં આમલી ને ૫ મિનીટ માટે પલાળી દો.
  3. એક તપેલા માં પાણી ઉકાળી ને તેમાં ચા નાખી તેનું પાણી બનાવી લો. તેને ગાળી ને બાજુ માં રાખી દો.
  4. એક કઢાઈ માં તેલ ગરમ કરી ને તેમાં તજ, લવીંગ, એલચી અને તેજ પત્તા ને એક મિનીટ માટે સોતરી લો. પછી તેમાં ડુંગરી નાખી ને ત્યાં સુધી સંતરો કે તે કાચી ના રહે.
  5. એક વાર ડુંગરી ચડી જાય એટલે તેમાં બાકી ની સામગ્રી નાખી ને મિક્સ કરો.
  6. હવે બાફેલા ચણા ને તેમાં ઉમેરો અને બરાબર હલાવો. લગભગ ૪ મિનીટ માટે ગ્રેવી ને હલાવો અને તેમાં છોલે પાવડર, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી દો.
  7. એક વાર બધી સામગ્રી બરાબર ચડી જાય એટલે તેમાં ચા નું પાણી નાખી ૫ મિનીટ માટે ચડવા દો.ધીમે ધીમે શાક નો રંગ વધુ ઘેરો બનશે.
  8. હવે તેમાં આદું ની ચીરી ઓ નાખી હલાવી લો.
  9. છેલ્લે તેમાં આમલી નું પાણી નાખી ૫ મિનીટ માટે પકાવો. હવે તમારી છોલે મસાલા સબ્જી ત્યાર છે.
  10. આ અમરીત્સરી છોલે મસાલા સબ્જી ને ગરમ પરોઠા, તંદુરી રોટલી કે નાન સાથે પીરસો.
3.2.2802

પંજાબી છોલે બનાવા ની વિધિ – Punjabi Chole Recipe in Gujarati

અમરીત્સરી પરમ્પરા ના છોલે બનાવવા માટે છોલે ચણા ને આખી રાત પલાળો . છોલે લગભગ બમણા થશે.

પંજાબી છોલે માટે આપને નીચે આપેલી સામગ્રી જોશે. પલાળેલા ને બાફેલા ચણા, ટામેટા નો પલ્પ, બારીક કાપેલી ડુંગરી, આમચૂર પાવડર, આમલી, તજ, લવીંગ, તેજ પત્તા, એલચી, આડું ઉભા ચીરી માં કાપેલું, અને થોડું ચા નું પાણી. સાથે દરેક ભારતીય સામગ્રી ભંડાર માં મળતો છોલે મસાલો પણ લેવો. અહી મેં એવેરેસ્ટ છોલે મસાલા વાપર્યો છે.

એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં લવીંગ, તજ, એલચી ને તેજ પત્તા નાખો.

હવે તેમાં ઝીણી સમારેલી ડુંગરી , આછો કથ્થાઈ રંગ થાય ત્યાં સુધી સાંતળો.

તેમાં ટામેટા નો પલ્પ ઉમેરી ગ્રેવી ને ચડવા દો. હવે તેમાં લાલ મરચું ઉમેરી ગ્રેવી ને 2 થી 3 મિનીટ સુધી ચડવા દો.

એક વાર ગ્રેવી બરાબર ચડી જાય અને તેલ છુટવા લાગશે.

હવે છોલે ને ટામેટા ની ગ્રેવી માં ઉમેરી દો.

તેમાં એવેરેસ્ટ છોલે મસાલા, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી દો.

બધા મસાલા ને મિક્સ કરી તેમાં ચા નું પાણી ઉમેરી દો. આનાથી છોલે નો રંગ વધુ ઘેરો બનશે અને તે પરંપરિત ધાબા સ્ટાઇલ જેવા દેખાશે.

પાણી ઉમેરી છોલે ને ૫ થી ૧૦ મિનીટ સુધી બરાબર ચડવા દો. છેલ્લે તેમાં આડું ની ઉભી ચીરી ઉમેરી દો.

હવે તેમાં આમલી નું પાણી નાખી ને બરાબર મિક્સ કરો.

છેલ્લે સબ્જી ને ૫ થી ૬ મિનીટ ચડાવી લો.

સ્વાદિષ્ટ, પરંપરિત, પંજાબી, અમરીત્સરી છોલે  પીરસવા માટે તયાર છે. આ સબ્જી ને પરોઠા, નાન, લચ્છા પરોઠા અને તંદુરી રોટી સાથે પીરસો.

Gopi Patel: