X

કોબી નો સંભારો – Kobi No Sambharo in Gujarati

કોબી નો સંભારો (Kobi No Sambharo in Gujarati) – કોબી કે કોબીજ એ પાંદડા વાળું શાક  છે કે જેનું સૌથી વધુ ઉત્પાદન ચીન માં અને બીજા નંબરે ભારત માં થાય છે.એથી જ એ ચીન અને ભારત માં સૌથી વધુ   વાનગી માં વપરાય છે.આ શાક વિટામીન K અને  વિટામીન C thi ભરપૂર   છે. વળી આ શાક રેશા વાળું હોવાથી સ્વાસ્થ્ય વર્ધક છે.વિશ્વ ભર માં તેના વિવિધ ઉપયોગ થાય છે જેમાં સલાડ તરીકે  લોકો તેની  લિજ્જત માણે છે.ભારત માં તેનું શાક તેમજ  સંભારો ખુબ પ્રસિધ્ધ છે. આ સંભારો ગુજરાતી લોકો માં ખુબ ખવાય છે અને વખણાય પણ છે.અહી મેં  સંભારા   ની ખુબ સરળ રેસીપી આપી છે.જેના થી આપ સરળતા થી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક સંભારો બનાવી શકશો.

કોબી નો સંભારો - Kobi No Sambharo in Gujarati
Recipe Type: સંભારો
Cuisine: ગુજરાતી
Author: Gopi Patel
Prep time:
Cook time:
Total time:
Serves: 2
કોબી નો સંભારો (Kobi No Sambharo in Gujarati) - કોબી નો સંભારો બનાવતા સીખો
Ingredients
  • કોબી: 2 કપ, સમારેલી
  • લીલા મરચા: 2 નુંગ
  • તેલ: 1 ચમચી
  • રાઈ: 1/2 નાની-ચમચી
  • મેથી ના દાણા: 1/4 નાની-ચમચી
  • હળદર: 1/2 નાની-ચમચી
  • મીઠું: 2 નાની-ચમચી અથવા સ્વાદ પ્રમાણે
Instructions
  1. કોબી ને ધોઈ ને તેનું બહાર નું પડ ઉતારી લો. તેની એક સરખી ચીરીઓ કાપી લો અથવા મધ્યમ ખમણી માં તેનું ખમણ કરી લો
  2. સાથે સાથે મરચાં ના બી કથી તેની પણ ઉભી ચીરીઓ કરી લો.
  3. વઘાર માટે એક કઢાઈ લઈ ને તેમાં 1 ચમચી તેલ ગરમ કરો..
  4. તેલ ગરમ થાય જાય પછી તેમાં રાઈ ઉમેરી ફુટવા દો. સાથે તેમાં થોડા મેથી દાણા ઉમેરો.
  5. હવે તેમાં કોબીજ અને લીલા મરચાં નાખો.
  6. હવે સંભારા માં હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો અને તેને બરાબર હલાવી લો.
  7. આ મિશ્રણ ને 2 મિનીટ થી વધુ પકવવાની જરૂર નથી કેમકે આપણને કોબીજ નો કચુમ્બરો સ્વાદ જ જોઈએ છે.
  8. તમારો ગુજરાતી કોબી સંભારો પીરસવા માટે તૈયાર છે.એને ગરમ ગરમા જ ગુજરાતી ભોજન સાથે પીરસવો.
3.2.2802

કોબી નો સંભારો/ કોબીજ નો સંભારો- Kobi No Sambharo in Gujarati

કોબી ને ધોઈ ને તેનું બહાર નું પડ ઉતારી લો. તેની એક સરખી ચીરીઓ કાપી લો અથવા મધ્યમ ખમણી માં તેનું ખમણ કરી લો.સાથે સાથે મરચાં ના બી કથી તેની પણ ઉભી ચીરીઓ કરી લો.

કઢાઈ માં એક ચમચી તેલ લઈ ને તેને એકદમ ગરમ કરી ને તેમાં રાઈ નાખી ફુટવા દો.

રાઈ ફૂટી જાય એટલે તેમાં મેથી દાણા નાખો. મેથી દાણા ના નાખવા હોય તો યે ચાલે પણ એ સંભારાનો સ્વાદ તો વધારે જ છે સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે.

હવે તેમાં સમારેલી કોબી ને મરચાં નાખી દો. તમે ઈચ્છો તો મરચાં ને પહેલા પણ વાઘરી શકો.પણ હું બંને સાથે જ વાઘરું ચુ કેમકે બંને સરખા સમય માં ચડી જાય છે.

હવે સંભારા માં હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો અને તેને બરાબર હલાવી લો.

આ મિશ્રણ ને 2 મિનીટ થી વધુ પકવવાની જરૂર નથી કેમકે આપણને કોબીજ નો કચુમ્બરો સ્વાદ જ જોઈએ  છે.

તમારો ગુજરાતી કોબી સંભારો પીરસવા માટે તૈયાર છે.એને ગરમ ગરમા જ ગુજરાતી ભોજન સાથે પીરસવો.

જો આપ ગુજરાતી રેસીપી શોધી રહ્યા છો તો આ રેસીપીસ જરૂર વાંચો: દુધી ચણા ની દાળ, રીંગણ ના પલીતા, ઇદડા ઢોકળા અને ગુજરાતી હાંડવો.

Gopi Patel: