X

લીલી ચટણી – Lili Chutney in Gujarati

લીલી ચટણી (Lili Chutney in Gujarati) – ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારત ભર ના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે.  ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. કેમકે એ ખુબ જ સામાન્ય છે અને ભારત ના બધા જ હિસ્સાઓ માં ખુબ ખવાય છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે.

લીલી ચટણી - Lili Chutney in Gujarati
Recipe Type: ચટણી
Cuisine: ગુજરાતી
Author: Gopi Patel
Prep time:
Cook time:
Total time:
Serves: 4
લીલી ચટણી (Lili Chutney in Gujarati) - ગુજરાતી માં વાંચો સ્વાદિષ્ટ કોથમીર ની લીલી ચટણી બનવાની રીત. Gujarati recipe of lili corainder chutney.
Ingredients
  • કોથમીર: 100 ગ્રામ
  • શીંગ દાણા : 2 ચમચી
  • લીલું મરચું : 2 મરચા
  • આદું: 1 ચમચી
  • લસણ: 1 ચમચી
  • નારિયલ : 1 ચમચી
  • લીંબુ: 1 લીંબુ
  • ખાંડ: 1 ચમચી
  • મીઠું: 1 ચમચી અથવા સ્વાદાનુસાર
Instructions
  1. કોથમીર છોડી ને બાકી ની બધી સામગ્રી ને મિક્સર જાર માં લો.
  2. તેને ચટણી જેવું બારીક પીસી લો.
  3. હવે તેમાં કોથમીર ઉમેરી ને પાછું પીસી લો.કોથમીર ને પીસવા માટે થોડો જ ટાઇમ જોઇશે આથી મેં બાકી ની સામગ્રી પહેલા પીસી અને કોથમીર પછી થી તેમાં ઉમેરી.
  4. હવે આ ચટણી માં ખંડ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી ચાખી લો જેથી કૈક ખૂટતું હોય તો યમાં ઉમેરી શકાય.
  5. તમારી સ્વાદિષ્ટ લીલી ચટણી તૈયાર છે.
3.2.2802

લીલી ચટણી બનાવાની રીત – Lili Chutney Recipe in Gujarati

લીલી ચટણી બનાવવા માટે આપણને નીચે પ્રમાણે સામગ્રી ની જરૂર પડશે: તાજી કોથમીર, થોડા શેકેલા ને છાલ ઉતારેલા શીંગ દાણા, તાજું નારિયલ,લસણ,આદું,લીલા મરચા,લીંબુ નો રસ અને સ્વાદાનુસાર મીઠું.

મીક્ષર ની જાર માં આ બધી સામગ્રી સિવાય કે કોથમીર ,લઈને તેને બરાબર પીસી લો. કોથમીર ને છેલ્લે ઉમેરવી કેમકે તેને પીસવા માં થોડો જ ટાઇમ જોઇશે.

સામગ્રી ને મીક્ષર માં એવી રીતે પીસી લો કે જેથી નારિયલ અને શીંગ દાણા બરાબર પીસાય જાય.

હવે આ મિશ્રણ માં તાજી કોથમીર ઉમેરી ને બરાબર પીસી લો.

એકવાર ચટણી ને ચાખી લો અને જે ખૂટતું લાગે તે ઉમેરી દો.

તમારી ચટપટી,સ્વાદિષ્ટ લીલી ચટણી તૈયાર છે. આ લીલી ચટણી ને તમે ઇદડા ઢોકળા સાથે અથવા બાજરી ના વડા સાથે પણ પીરસી શકો છો.

Gopi Patel: