વઘારેલી રોટલી (Vaghareli Rotli in Gujarati): ગુજરાતી માં વાચો વઘારેલી રોટલી બનવાની રીત. વઘારેલી રોટલી એ બચેલી રોટલી માંથી બનાવામાં આવતી નાસ્તા ની વાનગી છે. વઘારેલી રોટલી ચા સાથે ખાવાની ખુબજ મજા આવે છે.
- રોટલી: 2 કપ, ટુકડાઓ (4 થી 5 રોટલી)
- તેલ: 1/2 ચમચી
- હિંગ: 1/4 નાની-ચમચી
- રાઈ: 1/2 નાની-ચમચી
- જીરું: 1/2 નાની-ચમચી
- હળદર પાવડર: 1/3 નાની-ચમચી
- મીઠું: 1 નાની-ચમચી, સ્વાદ પ્રમાણે
- એક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરું નાખી ફૂટવા દઈએ.
- રાઈ ફૂટવા લાગે એટલે તેલ માં હળદર પાવડર નાખો.
- રોટલી ના ટુકડા કરીને તેલ માં નાખો અને હળદર અને મસાલા સાથે હલાવી લો.
- સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને સારી રીતે વઘારેલી રોટલી ને હલાવી લો.
- વચે વચે વઘારેલી રોટલી ને હલાવતા રહો અને ૪ થી ૫ મિનીટ માટે મધ્યમ ગસ ઉપર વઘારો.
- વઘારેલી રોટલી ત્યાર છે. વઘારેલી રોટલી ને ગરમા ગરમ ચા સાથે નાસ્તા માં પીરસો.
વઘારેલી રોટલી બનાવાની રીત (Vaghareli Roti Recipe in Gujarati)
વઘારેલી રોટલી બનાવા માટે બચેલી રોટલી નો ઉપયોગ કરી શકાઈ છે. ૪ થી ૫ રોટલી ને લઇ એના ટુકડા કરી લઈએ.