દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal in Gujarati) – ચાલો સીખી દુધી અને ચણા ની દાળ માં થી બનતી એક ખુબજ સરળ રેસીપી. દુધી ચણા ની દાળ ખુબજ પોસ્તિક અને સરળ શાક છે જે ફટાફટ તૈયાર થઇ જઈ છે. ગુજરાતી માં વાંચીએ દુધી ચણા ની ડાળ ના શાક બનવાની રીત.
- દુધી: 2 કપ, ટુકડા કાપેલા
- ચણા ની દાળ: 1/2 કપ
- ટામેટા: 1/2 કપ
- પાણી: 1/2 કપ
- લસણ: 1 ચમચી, બારીક કાપેલું
- હળદર: 1/2 નાની-ચમચી
- તેલ: 2 ચમચી
- જીરું: 1/2 નાની-ચમચી
- રાઈ: 1/2 નાની-ચમચી
- હિંગ: 1/4 નાની-ચમચી
- લાલ મરચું: 1 ચમચી
- ધાણાજીરું: 1/2 ચમચી
- કોથમીર: 2 ચમચી, બારીક કાપેલી
- મીઠું: સ્વાદ પ્રમાણે
- ચણા ની દાળ ને 1 કપ પાણી માં 1 કલાક માટે પલાળી લો.
- દુધી ને ધોઈ એની છાલ ઉતારી એના ટુકડા કાપી લો.
- પ્રેસર કુકર માં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરું નાખી ફૂટવાદો. રાઈ ફૂટવા લાગે એટલે હિંગ, લસણ નાખી થોડી વાર સાતળો.
- પછી કુકર માં કાપેલા ટામેટા નાખી થોડી વાર રેહવા દો.
- હવે ચણા ની ડાળ અને દુધી નાખી હલાવી લો. ઉપરથી હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું નાખી સારી રીતે મસાલા મિક્ષ કરી લો.
- કુકર માં પાણી નાખી ઢાકણ બંદ કરી 2 થી 3 સીટી લઇ લો.
- કુકર ને ઠંડુ થઇ જાઈ પછી ઢાકણ ખોલી વધારાનું પાણી ઉકાળી લો.
- દુધી ચણા ની દાળ નું શાક તૈયાર છે. શાક ને સર્વિંગ બોવ્લ માં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો.
- દુધી ચાના ની દાળ ને ગરમા ગરમ રોટલી સાથે પરોસો.
દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal In Gujarati)
ચણા ની દાળ ને 1 કપ પાણી માં 1 કલાક માટે પલાળી લો. દુધી ને ધોઈ એની છાલ ઉતારી એના ટુકડા કાપી લો. પ્રેસર કુકર માં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરું નાખી ફૂટવાદો. રાઈ ફૂટવા લાગે એટલે હિંગ, લસણ નાખી થોડી વાર સાતળો.