કોબી નો સંભારો - Kobi No Sambharo in Gujarati
Author: 
Recipe type: સંભારો
Cuisine: ગુજરાતી
Prep time: 
Cook time: 
Total time: 
Serves: 2
 
કોબી નો સંભારો (Kobi No Sambharo in Gujarati) - કોબી નો સંભારો બનાવતા સીખો
Ingredients
 • કોબી: 2 કપ, સમારેલી
 • લીલા મરચા: 2 નુંગ
 • તેલ: 1 ચમચી
 • રાઈ: 1/2 નાની-ચમચી
 • મેથી ના દાણા: 1/4 નાની-ચમચી
 • હળદર: 1/2 નાની-ચમચી
 • મીઠું: 2 નાની-ચમચી અથવા સ્વાદ પ્રમાણે
Instructions
 1. કોબી ને ધોઈ ને તેનું બહાર નું પડ ઉતારી લો. તેની એક સરખી ચીરીઓ કાપી લો અથવા મધ્યમ ખમણી માં તેનું ખમણ કરી લો
 2. સાથે સાથે મરચાં ના બી કથી તેની પણ ઉભી ચીરીઓ કરી લો.
 3. વઘાર માટે એક કઢાઈ લઈ ને તેમાં 1 ચમચી તેલ ગરમ કરો..
 4. તેલ ગરમ થાય જાય પછી તેમાં રાઈ ઉમેરી ફુટવા દો. સાથે તેમાં થોડા મેથી દાણા ઉમેરો.
 5. હવે તેમાં કોબીજ અને લીલા મરચાં નાખો.
 6. હવે સંભારા માં હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો અને તેને બરાબર હલાવી લો.
 7. આ મિશ્રણ ને 2 મિનીટ થી વધુ પકવવાની જરૂર નથી કેમકે આપણને કોબીજ નો કચુમ્બરો સ્વાદ જ જોઈએ છે.
 8. તમારો ગુજરાતી કોબી સંભારો પીરસવા માટે તૈયાર છે.એને ગરમ ગરમા જ ગુજરાતી ભોજન સાથે પીરસવો.
Recipe by WeRecipes at https://werecipes.com/gujarati/kobi-no-sambharo-in-gujarati/